IPLના 18 વર્ષના ઈતિહાસમાં કઈ ટીમે રમી છે સૌથી વધુ મેચ?

18 વર્ષ પહેલા 18 એપ્રિલ 2008ના રોજ IPLની શરૂઆત થઈ હતી. આ ક્રિકેટની સૌથી મોટી લીગ છે. જેમાં દુનિયાના તમામ સ્ટાર ખેલાડીઓ ભાગ લે છે.

IPLમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સના નામે છે. પાંચ વખતની ચેમ્પિયન MIએ અત્યાર સુધીમાં 268 મેચ રમી છે.

આ યાદીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ બીજા નંબરે છે. એક પણ વખત ખિતાબ જીતી ન શકનાર RCB અત્યાર સુધીમાં 263 મેચ રમી છે

MI અને RCB પછી આ યાદીમાં કોલકાતા નાઈટ રાઈડર્સનું નામ આવે છે. 3 વખતની ચેમ્પિયન KKR એ અત્યાર સુધીમાં 259 મેચ રમી છે.

દિલ્હી કેપિટલ્સનું નામ આ યાદીમાં ચોથા નંબર પર છે. DC એ IPLમાં અત્યાર સુધીમાં 258 મેચ રમ્યા છે. આ ટીમે પણ અત્યાર સુધીમાં ટ્રોફી નથી જીતી.

આ યાદીમાં પંજાબ કિંગ્સ (પહેલા કિંગ્સ ઈલેવન પંજાબ) ની ટીમ પાંચમા નંબરે છે. PBKS એ આ લીગમાં અત્યાર સુધીમાં 253 મેચ રમી છે. આ ટીમ પણ અત્યાર સુધી ખિતાબ નથી જીતી શકી.

5 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે અત્યાર સુધીમાં 246 મેચ રમી છે.

રાજસ્થાન રોયલ્સ ટીમે અત્યાર સુધીમાં 229 મેચ રમી છે. જ્યારે, સનરાઈઝર્સ હૈદરાબાદે 189 મેચ રમી છે. બંને ટીમો એક-એક વખત ચેમ્પિયન બની છે.