એપલનો ફોન લોન્ચ થાય છે એટલે ટેક અને ફોન ઈન્ડસ્ટ્રીમાં ચર્ચાનો સૌથી મોટો વિષય બની જાય છે. આ વખતે Apple તેની નવી iPhone 16 સિરીઝ 9 સપ્ટેમ્બર, 2024ના રોજ લોન્ચ કરી રહી છે.
ફોનના લોન્ચિંગમાં થોડા જ દિવસો બાકી છે, ત્યારે લોકો પહેલાથી જ ફોનની કિંમત જાણવા માટે ઉત્સુક છે. iPhones ખૂબ મોંઘા છે, તેથી લોકો જાણવા માગે છે કે, કયા દેશમાં તેની કિંમત ઓછી છે.
iPhone 16ની કિંમત ટેક્સ અને અન્ય ચાર્જિસ અલગ-અલગ દરેક દેશોમાં તેની કિંમત બદલાય છે.
જાપાનમાં iPhoneની કિંમત અન્ય દેશોની કરતા ઓછી છે. iPhone 16ની અપેક્ષિત કિંમત જાપાનમાં ₹70,705 હોઈ શકે છે, જે તેને સૌથી સસ્તો વિકલ્પ બનાવે છે.
અહેવાલો અનુસાર અમેરિકામાં iPhone 16ની કિંમત લગભગ $799 (₹67,106) હોઈ શકે છે. આ કિંમત જાપાન કરતાં પણ ઓછી હોવાથી ખરીદવાનો સૌથી સસ્તો વિકલ્પ છે.
દુબઈમાં iPhone 16 ની કિંમત $872 (₹73,237) હોઈ શકે છે. આ દેશ એશિયન માર્કેટમાં પણ પોસાય એવો વિકલ્પ બની રહ્યો છે.
ભારતમાં iPhone 16ની અપેક્ષિત કિંમત ₹80,000 હશે. અન્ય દેશોની સરખામણીએ ભારતમાં ટેક્સ અને ડ્યૂટી વધુ હોવાથી iPhone 16ની કિંમત થોડી વધુ રહેવાની અપેક્ષા છે.
ચીનમાં iPhone 16ની કિંમત ₹82,560 સુધી જઈ શકે છે. ટેક્સ અને ડ્યૂટીને કારણે ચીનમાં અન્ય દેશો કરતા કિંમત વધારે છે.
iPhone 16ની કિંમતો વિવિધ દેશોમાં ટેક્સને કારણે બદલાઈ શકે છે. આ ફોન જાપાન અને અમેરિકામાં સૌથી સસ્તા ભાવે ઉપલબ્ધ થવાની આશા છે, જ્યારે ભારત અને ચીનમાં તેની કિંમત થોડી વધારે હશે.
જો તમે પણ iPhone 16 ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તેને જાપાન અથવા અમેરિકાથી ખરીદવો તમારા માટે સસ્તો વિકલ્પ બની શકે છે.