સોનેરી અને પીળો એ નવ ગ્રહોના સ્વામી સૂર્યનો પ્રાથમિક રંગ છે, જ્યારે લાલ તેનો બીજો અથવા વૈકલ્પિક રંગ માનવામાં આવે છે. આ રંગો આત્મવિશ્વાસ, નેતૃત્વ, ઉર્જા અને સ્વાસ્થ્ય માટે આ રંગને સારા માનવામાં આવે છે.

સફેદ રંગ ચંદ્ર સાથે સંબંધિત માનવામાં આવે છે, જે મન, કલ્પનાશક્તિ, યાદશક્તિ વગેરે વધારવા માટે યોગ્ય માનવામાં આવે છે.

લીલો રંગ એ બુધ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે, જે બુદ્ધિ, વાણી, વેપાર - વ્યવસાય અને ચંચળતા માટે જવાબદાર છે.

લાલ રંગ મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. આ રંગ સાહસ, શક્તિ, ઈચ્છાશક્તિ અને જમીન સાથે સંબંધિત માનવામાં આવે છે.

ગુરુનો પ્રાથમિક રંગ પીળો અને ગૌણ રંગ નારંગી છે. આ રંગોને જ્ઞાન, શિક્ષણ, લગ્ન અને સૌભાગ્ય માટે શુભ માનવામાં આવે છે.

કાળો રંગ એ શનિનો પ્રાથમિક માનવામાં આવે છે. જ્યારે વાદળી તેનો વૈકલ્પિક રંગ છે. આ રંગ કર્મ/ક્રિયા, ન્યાય અને અનુશાસન સાથે સંબંધિત છે. જ્યારે શનિ અશુભ હોય છે, ત્યારે આ રંગો શુભને બદલે નકારાત્મક અસર કરે છે.

ભુરો રંગ રાહુ સાથે જોડાયેલો છે, જેને ભ્રમ, મોહ અને માનસિક અશાંતિનું પ્રતીક માનવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં છાયા ગ્રહ કેતુ માટે રાખોડી (Gray) રંગ સૂચવવામાં આવ્યો છે. તે રહસ્ય અને ગુપ્તતાનું પ્રતીક છે.