ઠંડી કે નોર્મલ કેવી છાશ પીવી સ્વાસ્થ્ય માટે વધું સારી

છાશ એક પ્રોબાયોટિક ખોરાક છે, એટલે કે તેમાં સારા બેક્ટેરિયા હોય છે. આ ઉપરાંત તે પ્રોટીન, એમિનો એસિડ, વિટામિન ડી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, બી12, પોટેશિયમ, આયર્ન સહિત ઘણા પોષક તત્વોનો સ્ત્રોત છે.

ઉનાળામાં છાશનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તે હાઇડ્રેટેડ રહેવા માટે એક સ્વસ્થ પીણું છે, જે હીટ સ્ટ્રોકથી બચાવે છે.

ઠંડી છાશ પીવાથી વધુ તાજગી મળે છે, પરંતુ જો તમે દરરોજ ઠંડી છાશ પીતા હો, તો તમને શરદી અને ખાંસીની સમસ્યા થઈ શકે છે અને જો તમને પહેલાથી જ ખાંસી કે શરદી હોય, તો ઠંડી છાશને સંપૂર્ણપણે ટાળો.

પ્રોબાયોટિક્સ હોવાને કારણે છાશ તમારા પાચન માટે ખૂબ જ સારી માનવામાં આવે છે, પરંતુ વધુ પડતી ઠંડી વસ્તુઓ પાચનમાં અવરોધ ઉભો કરે છે, તેથી ઠંડી છાશ પીવાથી પાચનમાં સંપૂર્ણ લાભ મળતો નથી.

જે લોકોને સાંધા અને સ્નાયુઓમાં દુખાવો હોય છે તેમણે પણ ઠંડી કરેલી છાશ પીવાનું ટાળવું જોઈએ, નહીં તો સમસ્યા વધુ વકરી શકે છે.

જે લોકોને lactose intoleranceની સમસ્યા હોય છે. તેણે છાશ ન પીવી જોઈએ, નહીં તો તેને અપચો, ગેસ, પેટનું ફૂલવું, ખેંચાણ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.