આલિયા ભટ્ટને કઈ બેકરીની કેક ભાવે છે? જાણો આ 10 સેલેબ્સના ફેવરેટ ફૂડ વિશે

ચાલો જાણીએ 10 પ્રખ્યાત બોલિવૂડ સ્ટાર્સના ફેવરેટ ફૂડ વિશે

બોલિવૂડ સ્ટાર્સના ફેન્સ હંમેશા તેમની વ્યક્તિગત પસંદ નાપસંદ વિશે જાણવા આતુર હોય છે.જાણો તેમના ફેવરેટ ફૂડ વિશે

બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનને પસંદ છે દિલ્હીના સદર બજારની મીઠાઈ.

આમિર ખાનને પસંદ છે ગુજરાતી ભોજન, સુતરફેણી, ફાફડા, જલેબી, પાપડ લુવા પટોડી, તુવેર લિફાફા અને કંદ પૂરી

સલમાન ખાનને પસંદ છે તેના માતાના હાથે બનાવેલી ચિકન બિરયાની. તેને રાજમા-ભાત પણ પસંદ છે.

દીપિકા પાદુકોણને પસંદ છે મલ્લેશ્વરમના વીણા સ્ટોર્સની ઈડલી, CTRના બેને મસાલા ઢોસા અને અંબુર બિરયાની

પ્રિયંકા ચોપરાને અથાણું ખૂબ પ્રિય છે. તે પિઝા, સેન્ડવીચ તેમજ ઇન્ડો-ચાઇનીઝ ફૂડ પર અથાણું ખાય છે.

રણવીર સિંહને ભાત, બુંદી અને અરબી ટુક સાથે સિંધી કરી પસંદ છે. તેને તેની દાદી દ્વારા બનાવેલ બેસનનાં લાડુ પણ ખૂબ પસંદ છે.

કરીના કપૂર ચાઈનીઝ ફૂડની દિવાની છે. આખા કપૂર ખાનદાનને ચાઇનીઝ ફૂડ ખૂબ પસંદ છે.

આલિયા ભટ્ટને મેગ્નોલિયા બેકરીની ટ્રેસ લેચેસ મિલ્ક કેક ખૂબ ભાવે છે.

હ્રતિક રોશનને પસંદ છે બાંદ્રા મેકડોનાલ્ડ્સના ખાસ બર્ગર જેમાં માત્ર માંસ, લેટીસ અને ટામેટા જ છે. તે એક સાથે 8 સમોસા ખાઈ શકે છે.

વરુણ ધવન ક્યારેક આઈસ્ક્રીમને ચીટ મીલ તરીકે ખાય છે. તેને ગુજરાતી થાળી પસંદ છે.