IPL પછી હવે ક્યાં રમશે વૈભવ સૂર્યવંશી?

રાજસ્થાન રોયલ્સના 14 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ IPLની 18મી સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું.

રાજસ્થાનની ટીમ ભલે પ્લેઓફમાં ન પહોંચી શકી, પરંતુ વૈભવ 35 બોલમાં સદી ફટકારીને રાતોરાત પ્રખ્યાત થઈ ગયો.

હવે ક્રિકેટ ફેન્સ આ ક્રિકેટરને ટૂંક સમયમાં ફરીથી મેદાન પર જોવા માંગે છે.

IPLમાં સારા પ્રદર્શનનું પરિણામ એ છે કે વૈભવ સૂર્યવંશીને ભારતની અંડર-19 ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.

વૈભવ હવે ટૂંક સમયમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર જશે. ટીમ આવતા મહિને ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે.

ઘરેલુ ક્રિકેટમાં બિહાર તરફથી રમતા વૈભવે અત્યાર સુધીમાં કુલ 5 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે. આ દરમિયાન, તેણે 100 રન બનાવ્યા છે આ સિવાય તેણે અત્યાર સુધીમાં 8 T20 મેચમાં કુલ 265 રન બનાવ્યા છે.

IPLમાં શાનદાર પ્રદર્શન બાદ, વૈભવને PM નરેન્દ્ર મોદીને મળવાની તક પણ મળી હતી. 30 મેના રોજ, PM પટના એરપોર્ટ પર વૈભવ અને તેના માતા-પિતાને લગભગ 10 મિનિટ સુધી મળ્યા. આ દરમિયાન, વૈભવે PM ના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા.

તમને જણાવી દઈએ કે વૈભવ IPLના ઈતિહાસમાં ડેબ્યુ કરનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી છે. રાજસ્થાન રોયલ્સે તેને 1.10 કરોડમાં ખરીદ્યો હતો.