ક્યાં જોઈ શકો છો ઓસ્કાર માટે નોમિનેટ થયેલી ફિલ્મ 'અનુજા'?
શોર્ટ ફિલ્મ 'અનુજા' એ 'લાપતા લેડીઝ', 'ઓલ વી ઈમેજિન એઝ લાઈટ' અને 'સંતોષ' ને હરાવીને ઓસ્કાર રેસ જીતી છે.
આ ફિલ્મ 97મા એકેડેમી એવોર્ડ્સમાં 'બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ મૂવી' માટે શોર્ટલિસ્ટમાં સ્થાન પામી છે.
એડમ જે ગ્રેવ્સ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'અનુજા' બે બહેનોની વાર્તા છે. જે સમાજમાં છોકરીઓના સંઘર્ષને દર્શાવે છે.
પ્રિયંકા ચોપરા જોનાસ, અનિતા ભાટિયા, ગુનીત મોંગા અને મિન્ડી કલિંગ આ ફિલ્મના એસોસિયેટ પ્રોડ્યુસર છે. આ ફિલ્મ હવે ભારતમાં સ્ટ્રીમિંગ માટે તૈયાર છે.
આ ફિલ્મ થોડા દિવસોમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. 'અનુજા' ઉપરાંત, ગુનીત મોંગાની બીજી ઓસ્કાર એવોર્ડ વિજેતા શોર્ટ ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ' પણ આ પ્લેટફોર્મ પર છે.
'અનુજા' એક અમેરિકન હિન્દી લેન્ગવેજ શોર્ટ ફિલ્મ છે. સજદા પઠાણ, અનન્યા શાનબાગ અને નાગેશ ભોસલેએ આ ફિલ્મમાં શાનદાર એક્ટિંગ કરી છે.