પેરિસ ઓલમ્પિકનો પ્રારંભ થઇ ગયો છે. ઓલમ્પિકમાં ભારતીય મેન્સ હૉકી ટીમે અત્યાર સુધી આઠ ગોલ્ડ મેડલ સહિત કૂલ 12 મેડલ જીત્યા છે. 1936 બર્લિન ઓલમ્પિકનો ગોલ્ડ ઘણો ખાસ હતો.

1936માં 15 ઓગસ્ટના દિવસે ભારતે તાનાશાહ હિટલર સામે ધ્યાનચંદની આગેવાનીમાં જર્મનીને 8-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ધ્યાનચંદની રમતથી હિટલર એટલો પ્રભાવિત થયો કે તેને નાગરિકતા આપવાનું મન બનાવી લીધુ હતું.1936ની ઓલમ્પિક ધ્યાનચંદની અંતિમ ઓલમ્પિક હતી.

મેચ બાદ હિટલર ધ્યાનચંદને મળ્યા હતા અને પોતાની સેનામાં મોટા પદનો પ્રસ્તાવ આપ્યો હતો. હિટલરની આ ઓફરને હૉકીના લિજેન્ડે ફગાવી દીધી હતી.

ધ્યાનચંદ 22 વર્ષ સુધી ભારત માટે હૉકી રમ્યા અને આ દરમિયાન 400થી વધુ ઇન્ટરનેશનલ ગોલ ફટકાર્યા હતા. ત્રણ ઓલમ્પિક (1928,1932 અને 1936) ભારતને હૉકીમાં પોતાના દમ પર જ ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો.