શક્તિ કપૂર બોલિવૂડના એવા પસંદગીના કલાકારોમાંથી એક છે જેમણે પડદા પર ખલનાયકની ભૂમિકા ભજવી હતી અને તેનાથી જ તેમને અપાર લોકપ્રિયતા મળી હતી.

સોર્સ : Google

પરંતુ જ્યારે તેમના અંગત જીવનની વાત આવે છે, ત્યારે શક્તિ કપૂર એક અત્યંત નમ્ર વ્યક્તિ છે. તેમની પત્ની શિવાંગી કોલ્હાપુરે સાથે તેમનો સંબંધ ખૂબ જ સારો છે.

સોર્સ : Google

શક્તિ અને શિવાંગી માટે એકબીજાને પ્રેમ કરવો ભલે સરળ હતો, પરંતુ તેમના સાંસ્કૃતિક તફાવતને કારણે તેમનો પરિવાર આ સંબંધ માટે તૈયાર નહોતો.

સોર્સ : Google

શિવાંગી એક પ્રતિષ્ઠિત મરાઠી પરિવારમાંથી હતી, જ્યારે શક્તિ ઓછા સમૃદ્ધ પંજાબી પરિવારમાંથી હતા. શિવાંગીના પરિવાર તરફથી વાંધાઓ વધુ હતા, કારણ કે ફિલ્મી દુનિયામાં શક્તિના નકારાત્મક રોલ તેમના માટે એક મોટો ખતરો હતો.

સોર્સ : Google

એક ઇન્ટરવ્યુમાં આ વાતને યાદ કરતા શક્તિએ તેમના શરૂઆતના સંબંધોમાં આવેલી તમામ મુશ્કેલીઓને યાદ કરી હતી.

સોર્સ : Google

શક્તિએ કહ્યું, "શિવાંગી અને મેં ભાગીને લગ્ન કરી લીધા. પ્રેમ થયો, ઘરના લોકો ન માન્યા તો ભાગીને લગ્ન કરી લીધા."

સોર્સ : Google

"મેં ખલનાયકની ભૂમિકા ભજવી હતી અને મારી છબી સારી નહોતી. તેના પરિવારે લગ્ન માટે સંમતિ ન આપી, તેથી અમારે ભાગવું પડ્યું."

સોર્સ : Google

શક્તિ કપૂર સાથે લગ્ન કરવા માટે પરિવારને મનાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા બાદ શિવાંગીએ ભાગીને લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. પરિવારને આ વાતની ગંધ આવી જતા શિવાંગીને ઘરમાં પૂરી દીધી હતી.

સોર્સ : Google

તેમ છતાં તે ઘરમાંથી ભાગવામાં સફળ રહી અને ૧૨ જાન્યુઆરી, ૧૯૮૨ના રોજ બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા. તે સમયે શિવાંગીની ઉંમર માંડ અઢાર વર્ષની હતી.

સોર્સ : Google