જ્યારે પંડિતે અમિતાભ અને જયા બચ્ચનના લગ્ન કરાવવાની પાડી હતી ના
અમિતાભ બચ્ચન અને જયા અમિતાભ બચ્ચનના લગ્ન વર્ષ 1973માં થયા હતા. તે સમયે એવી વાતો થઈ હતી કે જયાના પિતા આ લગ્નથી ખુશ ન હતાં. જોકે તેના
પિતાએ આ અફવાને ફગાવી દીધી હતી.
જ્યારે અમિતાભ અને જયા લગ્ન કરી રહ્યા હતા ત્યારે એક પંડિતે તેમને લગ્ન કરાવવાની ના પાડી દીધી હતી.
જયા બચ્ચનના પિતા તરુણ કુમાર ભાદુરીએ 1989માં ઇલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઇન્ડિયા માટે લખેલા એક લેખમાં જણાવ્યું હતું કે કેવી રીતે પંડિતોએ લગ્ન કરવાનો ઇનકાર કરવા લાગ્યાં હતાં
જયા બચ્ચન બંગાળી છે, તેથી તેની માતા ઈચ્છતી હતી કે લગ્નમાં પંડિત બંગાળી હોવો જોઈએ, પરંતુ પંડિત મળી શક્યા નહીં.
જ્યારે બહુ મુશ્કેલીથી એક બંગાળી પંડિત મળ્યો ત્યારે તેણે અમિતાભ અને જયાના લગ્નમાં હંગામો મચાવ્યો હતો.
પંડિત ઈચ્છતા ન હતા કે કોઈ બંગાળી બ્રાહ્મણ છોકરી કોઈ બિન-બંગાળી બ્રાહ્મણ સાથે લગ્ન કરે, પરંતુ કોઈક રીતે મામલો ઉકેલાઈ ગયો અને પછી બંનેના લગ્ન થઈ
ગયા.
અમિતાભ અને જયા બચ્ચનના લગ્ન તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં મુંબઈમાં થયા હતા. લગ્નના બીજા દિવસે આ કપલ લંડન ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા બાદ પરિવારે રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું.