જયારે મંદિરા બેદીની સરખામણી સની દેઓલ સાથે કરવામાં આવી હતી...
'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' શાહરૂખ ખાનની સૌથી જાણીતી ફિલ્મોમાંથી એક છે, આ ફિલ્મથી શાહરૂખે ઘણા લોકોને દિવાના બનાવી દીધા હતા.
આ ફિલ્મમાં અભિનેત્રી મંદિરા બેદીએ પણ કામ કર્યું હતું.
એક ઈન્ટરવ્યુમાં મંદિરાએ કહ્યું હતું કે આ ફિલ્મમાં કામ કરવાનો તેનો અનુભવ સારો નહોતો.
આનું કારણ જણાવતાં મંદિરાએ કહ્યું કે જ્યારે 'મહેંદી લગા કે રખના' ગીતનું શૂટિંગ થઈ રહ્યું હતું ત્યારે કોરિયોગ્રાફર સરોજ ખાને તેના ડાન્સની તુલના સની દેઓલ સાથે કરી હતી.
મંદિરાએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે સમયે તેની પાસે અદાઓ નહોતી અને સરોજ તેને કહેતી હતી કે તે સની દેઓલની જેમ ખભા હલાવે છે.
સરોજે તેને એમ પણ કહ્યું હતું કે છોકરાઓ ખભા હલાવે છે અને છોકરીઓ કમર હલાવે છે.