ક્યારે અને ક્યાં યોજાઈ શકે છે IPL 2025નું મેગા ઓક્શન?
IPL 2025ના મેગા ઓક્શનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આવતીકાલે (31 ઓક્ટોબર) દરેક ટીમ રિટેન કરેલા ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરશે.
રીટેન્શન બાદ રિલીઝ કરાયેલા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા માટે મેગા ઓક્શન થશે. જેમાં કયા ખેલાડીઓ કઈ ટીમમાં જશે તે જોવા માટે ફેન્સ ઉત્સાહિત છે. અમે તમને મેગા ઓક્શન સંબંધિત માહિતી આપીશું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI મેગા ઓક્શન માટે ઘણા વેન્યૂ પર નજર રાખી રહ્યું છે.
જેમાં સાઉદી અરેબિયાના શહેરો રિયાધ અને જેદ્દાહ વેન્યૂની યાદીમાં સામેલ થઈ શકે છે.
અહીં જાણો અગાઉના અહેવાલોમાં લંડન, દુબઈ, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાને મેગા ઓક્શનના વેન્યૂની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ્સ અનુસાર મેગા ઓક્શન 24 કે 25 નવેમ્બરે યોજવામાં આવી શકે છે. આ દરમિયાન, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ યોજાવાની છે.
જો કે, તારીખ અને વેન્યૂની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી.