ક્રિકેટનો અનોખો રેકોર્ડ: જ્યારે 10 ઓવરમાં જ પૂર્ણ થઇ 5 દિવસની ટેસ્ટ મેચ

સોર્સ : AI

ક્રિકેટના ઇતિહાસમાં એક અનોખી ઘટના બની હતી.1998માં વેસ્ટઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ માત્ર 10.1 ઓવરમાં ખત્મ થઈ ગઈ.

સોર્સ : espncricinfo

29 જાન્યુઆરી 1998ના રોજ જમૈકાના સબીના પાર્કમાં આ મેચ શરૂ થઈ અને 5 દિવસ ચાલનારી ટેસ્ટ મેચ માત્ર 61 બોલમાં જ સમાપ્ત થઇ ગઇ.

સોર્સ : espncricinfo

ઇંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ શરૂ કરી, પરંતુ પિચનું વર્તન ખતરનાક બન્યું. કર્ટની વોલ્શ અને કર્ટલી એમ્બ્રોસની ઝડપી બોલિંગે ઇંગ્લેન્ડને ડરાવી દીધા અને બોલ બેટ્સમેનોના શરીર પર લાગતો હતો.

સોર્સ : espncricinfo

ઈંગ્લેન્ડના બેટ્સમેનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. અમ્પાયરોએ સુરક્ષાને ધ્યાનમાં રાખતા મેચને 10.1 ઓવર પછી રદ કરી નાખી હતી.

સોર્સ : espncricinfo

ઇંગ્લેન્ડના કેપ્ટન માઇકલ એથરટન અને બીજા બેટ્સમેનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. બોલની ઝડપે તેઓને લોહીલૂહાણ કરી નાખ્યા હતા.

સોર્સ : espncricinfo

આ ઘટના ક્રિકેટના ઇતિહાસમાં એક અનોખી બની ગઈ. 5 દિવસની મેચ માત્ર 10 ઓવરમાં ખત્મ થવાનો રેકોર્ડ હજુ સુધી તૂટ્યો નથી.

સોર્સ : espncricinfo

આ ઘટનાએ ક્રિકેટમાં પિચની સુરક્ષા અને ખેલાડીઓના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું મહત્ત્વ દર્શાવ્યું.

સોર્સ : espncricinfo