વોટ્સએપ પર ફોટો અને વીડિયો શેર કરવાની સૌથી મોટી સમસ્યા હવે દૂર થઈ ગઈ છે.

WhatsAppના શરૂઆતના સમયમાં ફોટાની ગુણવત્તા અંગેની મુશ્કેલીઓ હતી તેનો અંત આવ્યો છે.

મેટા-માલિકીવાળા WhatsAppએ ફોટો અને વીડિયોની ક્વોલિટી માટે એક મહત્ત્વપૂર્ણ ફીચર આપ્યું છે.

હવે HDમાં ફોટા શેર કરી શકાશે. પહેલા તેને સિલેક્ટ કરવાની જરૂર પડતી હતી, પરંતુ હવે તમારે તેને સિલેક્ટ કરવાની જરુર નહીં પડે.

અત્યાર સુધી જ્યારે પણ એપ પર ફોટા કે વીડિયો શેર કરતા, ત્યારે SDનો વિકલ્પ ડિફોલ્ટ રૂપે ઉપલબ્ધ હતો. સ્ક્રીન પર HD દેખાતું હતું, પરંતુ તેના માટે તેને ટેપ કરવાની જરૂ ર પડતી હતી.

હવે મીડિયા ક્વોલિટી માટે SD અને HDનો વિકલ્પ પસંદ કરવા મળશે. આ વિકલ્પ સેટિંગ્સમાં Storage and dataના ઓપ્શનમાં જોવા મળશે.

જો તમને આ ઓપ્શન જોવા ન મળે તો Play Store પરથી એપ્લિકેશન અપડેટ કરો.

HDનો ડેટા SD કરતા લગભગ 6 ગણો વધારે મોટો હશે, અને હાલમાં આ ફીચર ફક્ત એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ હશે.