જો બેંક ફડચામાં જાય તો તમારા જમા નાણાંનું શું થશે? તમને કેટલા પૈસા પાછા મળશે?

દેશમાં અંદાજે 97619 બેંકો છે, જેમાં 96000 ગ્રામીણ સહકારી બેંકો અને 1485 શહેરી સરકારી બેંકોનો સમાવેશ થાય છે.

દેશમાં 12 જાહેર ક્ષેત્રની બેંકો, 22 ખાનગી ક્ષેત્રની બેંકો, 44 વિદેશી બેંકો અને 56 પ્રાદેશિક ગ્રામીણ બેંકો છે.

ઘણી વખત બેંક પાસે તેની સંપત્તિ કરતાં વધુ જવાબદારીઓ હોય છે અને રોકાણકારો તેમના નાણાં ઉપાડવાનું શરૂ કરે છે.

આવી સ્થિતિમાં બેંકની આર્થિક સ્થિતિ કથળતી જાય છે. તેઓ ગ્રાહકો પ્રત્યેની તેમની જવાબદારીઓ નિભાવવામાં પણ અસમર્થ છે.

જ્યારે આવું થાય છે ત્યારે બેંકને નાદાર જાહેર કરવામાં આવે છે, જેને બેંક પતન પણ કહેવાય છે.

બેંકોમાં જમા કરાયેલા નાણાને લઈને ગ્રાહકોને વારંવાર આ ડર સતાવે છે કે જો બેંક નાદાર થઈ જશે તો તેમના જમા કરેલા નાણાનું શું થશે?

ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) એક્ટ હેઠળ ગ્રાહકોને તેમની થાપણો પર વીમા કવચ મળે છે.

જો કોઈ બેંક નાદાર થઈ જાય તો આ સ્થિતિમાં તમને નિયમો હેઠળ વધુમાં વધુ 5 લાખ રૂપિયા જ મળે છે.

જો તમારી પાસે તમારી બેંકમાં 50 લાખ રૂપિયા જમા છે, તો પણ વીમો ફક્ત 5 લાખ રૂપિયા સુધી જ મળશે.