દરરોજ પલાળેલી મેથી ખાશો તો શું થશે?
ખાલી પેટે પલાળેલા મેથીના દાણા ખાવાના ઘણાં ફાયદા છે, મેથીને આખી રાત પાણીમાં પલાળી રાખી શકો છો અને પછી સવારે ખાલી પેટે તેનું સેવન કરી શકો છો.
ડોક્ટરે જણાવ્યું કે મેથીને પલાળીને ખાવાથી તેની કડવાશ દૂર થઈ જાય છે.
મેથીમાં વિટામિન ઇ, આયર્ન, મેગ્નેશિયમ, ફોલિક એસિડ અને પ્રોટીન સારી માત્રામાં જોવા મળે છે. આ ઉપરાંત, તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ એક સારો વિકલ્પ છે.
ડોક્ટરના મતે પલાળેલી મેથી શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, ડાયાબિટીસના દર્દીઓ તેનું સેવન કરી શકે છે.
ઉપરાંત જેમને એસિડિટી કે પાચનની સમસ્યા હોય તેઓ પણ પલાળેલી મેથીનું સેવન કરી શકે છે.
મેથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરી શકે છે. મેથી તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.