IPLની ડેબ્યુ સિઝનમાં કેટલી હતી ધોની-કોહલી સહિતના દિગ્ગજ ખેલાડીઓની સેલેરી?

IPL 2025માં આંતરરાષ્ટ્રીય નિવૃત્તિ લીધા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા એમએસ ધોનીને અનકેપ્ડ ખેલાડી તરીકે રિટેન કરવામાં આવ્યો છે.

IPL 2025માં તેની સેલેરી 4 કરોડ રૂપિયા છે. તેણે 2008માં IPLમાં ડેબ્યુ કર્યું હતું. તે સિઝનમાં તેની સેલેરી 6 કરોડ રૂપિયા હતી.

વિરાટ કોહલીએ 2008માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ડેબ્યુ કર્યું હતું. ત્યારે ટીમે તેને 12 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે RCBએ કોહલીને IPL 2025માં 21 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે.

IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને 16.30 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. રોહિતે IPL 2008માં ડેક્કન ચાર્જર્સ ડેબ્યુ માટે કર્યું હતું. ત્યારે આ ટીમે તેને 4.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

જસપ્રીત બુમરાહે IPL 2013માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેબ્યુ કર્યું હતું. ટીમે તેને 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે બુમરાહને IPL 2025 માટે 18 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે.

હાર્દિક પંડ્યાએ IPL 2015માં મુંબઈ ઈન્ડિયન્સ માટે ડેબ્યુ કર્યું હતું. ટીમે તેને 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે પંડ્યાને IPL 2025માં 16.35 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે. તે 2024થી મુંબઈનો કેપ્ટન પણ છે.

રવિન્દ્ર જાડેજાએ IPL 2008માં રાજસ્થાન રોયલ્સ માટે ડેબ્યુ કર્યું હતું. રાજસ્થાને તેને 12 લાખમાં ખરીદ્યો હતો. હવે 2012થી CSK માટે રમતા જાડેજાને IPL 2025 માટે ચેન્નાઈ દ્વારા 18 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે.