વર્ષોથી પત્ની અને પુત્રીઓથી અલગ રહેતા મલાઈકાના પિતા શું કરતા હતા?

મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ મુંબઈમાં ટેરેસ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરા પંજાબી હિંદુ પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા. તેમનો જન્મ પંજાબના સરહદી શહેર ફૈઝિકામાં થયો હતો.

અનિલ અરોરા એક સમયે ઈન્ડિયન મર્ચન્ટ નેવીમાં કામ કરતા હતા.

જો કે તેઓ શું કરતા હતા તે અંગેની માહિતી હાલ ઉપલબ્ધ નથી. છેલ્લા એક વર્ષથી તેઓ લાઈમલાઈટથી દૂર હતા.

અનિલ અરોરા મુંબઈના બાંદ્રા વિસ્તારમાં એકલા રહેતા હતા. મલાઈકા અને અમૃતા તેમને અલગ-અલગ પ્રસંગોએ ઘરે મળવા જતા હતા. મલાઈકા પાલી હિલના એક એપાર્ટમેન્ટમાં રહે છે.

અનિલ અરોરા પંજાબી હિંદુ હતા, જોકે તેમણે જોયસ પોલીકાર્પ, મલયાલી ખ્રિસ્તી સાથે લગ્ન કર્યા હતા છે.

મલાઈકા સિવાય તેમની બીજી દીકરી છે જેનું નામ અમૃતા અરોરા છે.

મલાઈકા અરોરાએ એક વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે જ્યારે તે 11 વર્ષની હતી અને તેની નાની બહેન અમૃતા માત્ર 6 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતા અલગ થઈ ગયા હતા.