બપોરના ભોજન પછી ઓફિસમાં ઊંઘ આવવી અથવા સુસ્તી અનુભવવી એ એક સામાન્ય અનુભવ છે, જેને 'ફૂડ કોમા' પણ કહેવાય છે.
સોર્સ : Google
આનું મુખ્ય કારણ પાચન પ્રક્રિયા છે, જેમાં શરીરની ઉર્જા અને રક્ત પ્રવાહ મગજથી પેટ તરફ કેન્દ્રિત થાયછે.
સોર્સ : Google
ભારે અને હેવી-કાર્બવાળું ભોજન ખાવાથી આ સમસ્યા વધી શકે છે. જોકે, તમે કેટલાક સરળ પગલાં અપનાવીને આ સમસ્યાને સરળતાથી ટાળી શકો છો.
સોર્સ : Google
સંતુલિત આહાર લો: તમારા ડાયટમાં પ્રોટીન, સલાડ અને આખા અનાજનો સમાવેશ કરો. તળેલો અને ખાંડવાળો ખોરાક ટાળો, કારણ કે તેને પચાવવા માટે વધુ મહેનત પડે છે, જેના કારણે સુસ્તી આવે છે.
સોર્સ : Google
માત્રા નિયંત્રિત કરો: એક સમયે વધુ ભોજન લેવાને બદલે, દિવસભર નાના મિલ્સ લો. આ પાચનતંત્ર પરનો ભાર ઓછો કરે છે.
સોર્સ : Google
ભોજન પછી ચાલવા જાઓ: ભોજન પછી તરત જ બેસવા કે સૂવાને બદલે, 10-15 મિનિટ ધીમા ચાલવા જાઓ. આ પાચનમાં મદદ કરે છે અને શરીરને સક્રિય રાખે છે.
સોર્સ : Google
પૂરતું પાણી પીવો: દિવસભર હાઈડ્રેટેડ રહેવાથી ઉર્જાનું સ્તર જાળવવામાં પણ મદદ મળે છે. આથી થોડા થોડા સમયે પાણી પીતા રહો.