સિક્સર કિંગ યુવરાજ સિંહની નેટવર્થ કેટલી છે? નિવૃત્તિ પછી ક્યાંથી કરે છે કમાણી?
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ 12 ડિસેમ્બરના રોજ 43 વર્ષના થયા.
T20 અને ODI વર્લ્ડ કપ જીતી ચુકેલા યુવીએ પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ટીમ ઈન્ડિયાને ઘણી યાદગાર જીત અપાવી છે. તેની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થાય છે.
ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ પણ યુવી મોટી કમાણી કરી રહ્યો છે. તે ભારતના અમીર ક્રિકેટરોની યાદીમાં સામેલ છે.
પોતાની બોલ્ડ સ્ટાઈલ માટે પ્રખ્યાત સિક્સર કિંગ યુવી લાઈફસ્ટાઈલમાં પણ ઘણા ભારતીય ખેલાડીઓ કરતા આગળ છે.
યુવરાજ સિંહ 291 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે, હાલમાં પણ તે દર મહિને 1 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યો છે.
વર્ષ 2019માં ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર યુવરાજ સિંહ પાસે હાલમાં મોટી કંપનીઓની જાહેરાતો છે જેમાંથી તે કરોડો રૂપિયા કમાઈ રહ્યો છે. તેમની અંગત સંપત્તિ 50 કરોડ રૂપિયાથી વધુ છે.
યુવીએ મુંબઈના વર્લીમાં લક્ઝરી રેસિડેન્શિયલ ટાવરમાં બે એપાર્ટમેન્ટ રૂ. 64 કરોડમાં ખરીદ્યા હતા, ગોવામાં પણ એક ઘર છે જ્યારે ચંદીગઢમાં બે માળની હવેલી છે.
યુવરાજ સિંહ પાસે બેન્ટલી કોન્ટિનેંટલ જીટી, લોમ્બ્રીગિની મર્સિએલાગો, BMW M5 E60, BMW X6M અને Audi Q5 છે.
યુવરાજ સિંહે 40 ટેસ્ટમાં 1900 રન બનાવ્યા છે જ્યારે તેણે 304 વનડેમાં 8701 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટમાં 3 સદી અને 11 અડધી સદી ફટકારી હતી
જ્યારે T20માં તેણે 14 સદી અને 52 અડધી સદી ફટકારી હતી. પોતાની સ્પિન બોલિંગથી તેણે 9 વનડેમાં 111 વિકેટ અને ટી20માં 28 વિકેટ ઝડપી હતી.