હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં હિન્દૂ વસ્તી કેટલી?
બાંગ્લાદેશમાં હિંસાએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. રવિવારે થયેલી હિંસામાં લગભગ 100 લોકો માર્યા ગયા હતા અને અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના મોત થયા છે.
સરકારી નોકરીઓમાં અનામત નાબૂદ કરવાની માંગ સાથે અહીંથી વિરોધ શરૂ થયો હતો અને હવે તેમના વિરોધમાં સરકાર સમર્થકો બહાર આવ્યા છે.
પાડોશી દેશ બાંગ્લાદેશમાં પણ મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. સરકારી ડેટા અનુસાર, બાંગ્લાદેશમાં 7000 NRI છે અને એક પણ PIO નથી.
વર્લ્ડોમીટર મુજબ, બાંગ્લાદેશની કુલ વસ્તી 17,48,74,667 છે.
આમાં 80 ટકા વસ્તી મુસ્લિમોની છે અને તેમાં સુન્ની મુસ્લિમોની સંખ્યા વધુ છે.
જ્યારે બાંગ્લાદેશમાં 12 ટકા હિંદુઓ રહે છે. આ પછી બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મને અનુસરનારા લોકોની સંખ્યા છે.
બાંગ્લાદેશના ચિત્તાગોંગ હિલ્સમાં બૌદ્ધ ધર્મને અનુસરનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે.
સરકાર સમર્થકો અને વિદ્યાર્થીઓ વચ્ચેની હિંસાએ ઉગ્ર સ્વરૂપ લીધું છે, ઘણા લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ આખી દુનિયામાં ચર્ચામાં છે.