ખ્યાતિકાંડ બાદ ચર્ચામાં આવેલી એન્જિયોપ્લાસ્ટિ-એન્જિયોગ્રાફી વચ્ચે શું તફાવત છે?
એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી એ હૃદય રોગના નિદાન અને સારવાર સાથે સંબંધિત શબ્દો છે.
ધમનીઓ કે નસોમાં બ્લોકેજને શોધવા માટે કરવામાં આવતા ટેસ્ટને એન્જીયોગ્રાફી કહેવામાં આવે છે.
એન્જીયોપ્લાસ્ટી એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા નસ અને ધમનીઓમાં રહેલા અવરોધને દૂર કરવામાં આવે છે અથવા તેને ઠીક કરવામાં આવે છે.
જ્યારે લોહીમાં કોઈ ખામીને લીધે, નસ કે ધમનીઓમાં એકત્ર થઈ જાય છે, તેને પ્લેક કહેવામાં આવે છે.
લોહીમાં ઉચ્ચ ટ્રાઇગ્લિસેરાઇડ્સ અને ઉચ્ચ કોલેસ્ટ્રોલને કારણે પ્લેકની રચના થાય છે, પ્લેકની રચનાને કારણે રક્ત પુરવઠો અવરોધ થાય છે.
એન્જીયોપ્લાસ્ટીમાં જાંઘ અથવા હાથની નસ દ્વારા કેથેટર વડે એક વાયર નાખવામાં આવે છે અને જે નસ અથવા ધમનીમાં અવરોધ તરફ દોરી જાય છે.
આ પછી, એક બારીક બલૂનને વાયર દ્વારા બ્લોકેજ પર લઈ જવામાં આવે છે. અને તે આ પ્લેકની રચનાને દૂર કરે છે.
એન્જીયોપ્લાસ્ટી બાદ રક્ત પુરવઠો સામાન્ય બને છે. આ અવરોધની જગ્યાએ સ્ટેન્ટ મૂકવામાં આવે છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર