દરરોજ એક લીલું મરચું ખાઓ તો શું થાય છે?

લીલા મરચા વગર ખાવાનો સ્વાદ અધૂરો છે. તેના મસાલેદાર સ્વાદને કારણે મોટાભાગના લોકો તેને પસંદ કરે છે. કેટલાક લોકો તેને કાચુ પણ ખાય છે

લીલા મરચામાં વિટામિન એ, સી, આયર્ન, કોપર, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ, બીટા કેરોટીન, ક્રિપ્ટોક્સેન્થિન, લ્યુટીન ઝેક્સાન્થિન જેવા પોષક તત્વો મળી આવે છે.

ડાયટિશિયન કહે છે કે દરરોજ એક લીલું મરચું ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે

લીલા મરચામાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, તેથી તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ ચેપ અટકાવે છે.

જો તમે વજન ઘટાડવા માંગો છો તમે દરરોજ એક મરચું ખાઇ શકો છો.

લીલા મરચામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે ઓક્સિડેટીવ ડેમેજ ઘટાડીને સેલ ડેમેજ અટકાવે છે. તે ઓક્સિડેટીવ તણાવ ઘટાડે છે.

લીલું મરચું કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે, જે હૃદયની બીમારીઓથી બચાવે છે. તે હૃદય અને ધમનીઓને ઓક્સિડેટીવ નુકસાનથી પણ રક્ષણ આપે છે.