દરરોજ ચા પીવાથી શું નુકસાન થાય છે?
ડાયેટિશિયને જણાવ્યું હતું કે વધુ પડતી ચા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. દિવસમાં 2 થી 3 કપ ચા પીવી વધુ સારી છે.
નિષ્ણાતે જણાવ્યું હતું કે ચામાં કેફીન હોય છે, જો તે વધુ પડતું પીવામાં આવે તો તે ઊંઘમાં તકલીફ, હૃદયના ધબકારા વધવા, માથાનો દુખાવો અને બેચેનીનું કારણ બની શકે છે.
જે લોકો વધુ દૂધ અને ખાંડવાળી ચા પીવે છે તેમને બ્લડ સુગર લેવલ બગડવા, વજન વધવા અને હાડકાં નબળા પડવા જેવી સમસ્યાઓ થવાની શક્યતા રહે છે.
નિષ્ણાતો કહે છે કે વધુ પડતી ચા પીવાથી શરીરમાં આયર્નનું શોષણ પણ ઓછું થઈ શકે છે, જેના કારણે એનિમિયા એટલે કે લોહીની ઉણપ પણ થઈ શકે છે.
ખાલી પેટે ચા પીવાથી એસિડિટી, ગેસ અને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેથી દિવસમાં 2 કપ ચા પીવાનો પ્રયાસ કરો. હર્બલ અથવા ગ્રીન ટી જેવા વિકલ્પો પણ વધુ સારા હોઈ શકે છે.