વાયનાડ ભૂસ્ખલન: ભૂખ અને તરસથી પીડાતા માસૂમ બાળકોને બચાવવા દિલધડક રેસ્ક્યૂ
કેરળના વાયનાડમાં ઘાતક ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 300 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો હજુ પણ ગુમ છે,
કેરળના વન વિભાગના અધિકારીઓએ ભૂસ્ખલન અને ખરાબ હવામાનની સ્થિતિ વચ્ચે હિંમતભેર બચાવ કામગીરી હાથ ધરી હતી.
જંગલ અને કાટમાળમાં ફસાયેલા પરિવારોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા.
વાયનાડના પાણીયા સમુદાયનો આ પરિવાર એક પહાડીની ટોચ પર ગુફામાં ફસાયેલો હતો આ બાળકોને સુરક્ષિત રીતે બચાવ્યા
કાલપેટ્ટા રેન્જ ઓફિસર આશિકની આગેવાની હેઠળની ટીમે વાયનાડના અટ્ટમાલા પાસે ખોરાક અને પાણી વિના ફસાયેલા બાળકો સહિત એક પરિવારને વીરતાપૂર્વક બચાવ્યો હતો.
આ ટીમે ફસાયેલા પરિવારો સુધી પહોંચવા માટે દોરડાનો ઉપયોગ કરીને પથરીલા પ્રદેશમાં લગભગ ચાર કલાક પસાર કર્યા હતા
બાળકોને કાળજીપૂર્વક ઢાળવાળી અને લપસણી ટેકરીઓ નીચે સલામત સ્થળે લઈ આવ્યા હતા.
ભારે વરસાદ સહિત પ્રતિકૂળ હવામાને બચાવ કામગીરીની જટિલતામાં વધુ વધારો કર્યો છે. પરંતુ તમામ પડકારો છતાં બાળકો સુરક્ષિત રીતે બહાર આવ્યા. બાળકો ખૂબ જ ડરેલા અને ગભરાયેલા હતા
પાણિયા સમુદાયના લોકો સામાન્ય રીતે જંગલની પેદાશો પર આધાર રાખે છે અને સ્થાનિક બજારમાં વેચીને પોતાનું પેટ ભરે છે. પરંતુ ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે તેઓ લાંબા સમયથી કંઈ ખાધું પણ ન હતું.