તાજગી સાથે મોર્નિંગની શરૂઆત કરવા કરવા માગો છો? આ ડિટોક્સને પીવાનું શરૂ કરો

અમે તમને કેટલીક એવા ડિટોક્સ ડ્રિંક્સ અંગે બતાવવા જઈ રહ્યા છીએ જે ઘણા રિફ્રેશિંગ હોય છે અને તમને એક્ટિવ કરવાની સાથે પેટ માટે ફાયદાકારક મનાય છે.

ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા અને મેદસ્વીતાથી છૂટકારો મેળવવા હેલ્ધી ડાયટ લો અને સવારે પીળા બીજ લો અને જુઓ પછી આની અસર

જીરા વોટર રાત્રિના સમયે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું પલાળીને સવારે ખાલી પેટ પી જાવ. આ તમારા પેટને શાંત અને સોજો દૂર કરશે.

વરિયાળીનું પાણી - આ પાણી આરોગ્ય માટે સારું મનાય છે. વરિયાળીને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો અને સવારે ખાલી પેટ આનું સેવન કરો. આને પીવાથી તમારી સવાર એકદમ ફ્રેશ થઈ જશે.

તાજી પુદીનાના બી, આમળા અને અદરખને એક સાથે મિક્સ કરી પાણીથી તમારા શરીરની ફ્રેશ શરૂઆત કરો. અદરક પાચનમાં મદદ કરનારું મનાય છે. ધાણા ડિટોક્સમાં મદદ કરે છે અને પુદીના તમારા શરીરને ઠંડ઼ું કરે છે.

તુલસી ડિટોક્સ વોટર- ગરમ પાણીમાં પલાળેલી તુલસીના પાંદડા એક હર્બલ ડ્રિંક મનાય છે. જે તમારા શરીરની સિસ્ટમને સાફ અને ફ્રેશ કરવામાં મદદ કરશે.

સવારે ખાલી પેટ ગરમ પાણીમાં લીંબુ અને મધને મિક્સ કરી પીવાથી પેટ માટે સારું મનાય છે. લીંબુ અને મધ બંને પાચન માટે સારા મનાય છે.