વીવોએ ભારતમાં એમેરાલ્ડ ગ્રીન અને સેન્ડસ્ટોન ઓરેન્જ એમ બે મોડલાં ફોન લોન્ચ કર્યો છે. આ ફોન 3 સપ્ટેમ્બરથી ખરીદી શકાશે.
ફોનમાં બે રિયર કેમેરામાં પ્રાઇમરી કેમેરા 50 મેગાપિક્સલનો અને બીજો કેમેરો 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ સેન્સર છે. વીડિયો કૉલ્સ અને સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો છે.
વીવોના આ ફોનમાં 5,500mAh બેટરી અને 3D કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે.
Vivoએ ભારતમાં નવો સ્માર્ટફોન Vivo T3 Pro 5G લોન્ચ કર્યો છે. આ ફોન 50 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા અને 12 જીબી રેમથી સજ્જ છે.
Vivo T3 Pro 5G બે સ્ટોરેજ વિકલ્પોમાં આવે છે. 8GB + 128GB સ્ટોરેજની કિંમત રૂ. 24,999 છે અને 8GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂ. 26,999 છે.
ફોનમાં 6.77 ઇંચની 3D કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે. ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ અને 4,500 nits ની પીક બ્રાઈટનેસ મળે છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સેન્સર છે.
ફોન સ્નેપડ્રેગન 7 જનરલ 3 ચિપસેટ અને 12 જીબી રેમ (વર્ચ્યુઅલ) અને 256 જીબી સ્ટોરેજથી સજ્જ છે. ફોનમાં Android 14 આધારિત Funtouch OS 14 છે.
ફોનમાં Qualcomm ના Snapdragon 7 Gen 3 ચિપસેટ અને 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ છે.