આ છે ગોવાની હિડન પ્લેસ, એકવાર જરૂર લો મુલાકાત

ગોવાની મુલાકાત લેવી એ ઘણા લોકોનું સ્વપ્ન હોય છે. આ જગ્યા ખૂબ જ સુંદર છે, તે દરેકને પસંદ આવે છે.

ગોવામાં જોવા માટે ઘણું બધું છે અને ત્યાં ઘણા બધા બીચ પણ છે. પરંતુ કેટલીક એવી જગ્યાઓ છે જે ભાગ્યે જ કોઈએ જોઈ હશે.

ગોવામાં કેટલીક હિડેન પ્લેસ છે જે ભાગ્યે જ કોઈએ એક્સપ્લોર કરી હશે. જો તમે ગોવા જાઓ છો, તો આ સ્થળોની પણ મુલાકાત લો.

ગોવામાં ગલગીબાગા બીચ પર ઘણા ઓછા લોકો જાય છે. આ બીચનો નજારો ખૂબ જ સુંદર અને શાંતિપૂર્ણ છે.

દક્ષિણ ગોવામાં ચંદોર નામનું એક સુંદર ગામ છે. અહીં તમને જૂની શૈલીમાં બનેલા ઘરો અને વસ્તુઓ જોવા મળશે.

ગોવામાં એક બટરફ્લાય પાર્ક પણ છે, જેની મુલાકાત ખૂબ ઓછા લોકો લે છે. અહીં તમને પતંગિયાઓની ઘણી પ્રજાતિઓ જોવા મળશે.

સલૌલિમ ડેમ ગોવામાં ઝુઆરી નદીની ઉપનદી ગુલેલી નજીક આવેલો છે. આ ડેમનો નજારો જોવાલાયક હોય છે.

ગોવામાં કાબો ડી રામા કિલ્લો પણ જોવાલાયક છે. આ ગોવાના ખોલા ગામનું એક સ્થળ છે.

ગોવા જાવ તો ત્યાં સહકારી સ્પાઈસ ફાર્મની મુલાકાત અવશ્ય લો. અહીં તમને ભારતીય મસાલાઓની વાસ્તવિક ખેતી જોવા મળશે.

ગોવાની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય સપ્ટેમ્બરથી જાન્યુઆરી વચ્ચેનો છે. આ ઋતુમાં તમારે ગોવાની મુલાકાત લેવાનું આયોજન કરવું જોઈએ.