સતત 30 દિવસ ઓટ્સ ખાવાથી શરીરમાં દેખાશે ફેરફાર, જાણો કેટલી માત્રામાં ખાવા જોઈએ

સોર્સ : Gstv

દરરોજ સવારે 1 વાટકી ઓટ્સનું સેવન તમે સતત 30 દિવસ કરો છો તો શરીરમાં કેટલાક સકારાત્મક બદલાવ આવી શકે છે.

સોર્સ : Gstv

ઓટ્સમાં રહેલા ફાઈબર, સ્લો કાર્બ્સ અને પ્લાંટ- બેઝ્ડ ન્યૂટ્રિએન્ટ્સ શરીરને અંદરથી વધુ સારીરીતે કામ કરવામાં મદદ કરે છે.

સોર્સ : Gstv

આવો જાણીએ કે જો તમે 30 દિવસ સુધી રોજ ઓટ્સ ખાવ છો તો શરીરમાં કયા કયા ફેરફારો થશે

સોર્સ : Gstv

ઓટ્સમાં સોલ્યુબલ ફાઈબર હોય છે, જે ડાયજેશન ધીમુ કરે છે અને બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે. જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે અને તમે ઓવરઈટિંગ કરવાથી બચો છો.

સોર્સ : Gstv

જો પેટ ફૂલવાની કે કબજિયાતની સમસ્યા છે તો ઓટ્સ તમારા માટે ફાયદાકારક રહેશે. આમાં રહેલા ફાઈબર ગટ હેલ્થ અને ડાયજેશન સિસ્ટમ સુધારે છે, જેનાથી પેટ હલ્કુ રહે છે અને ગેસ કે એસિડિટીની સમસ્યા પણ ઓછી થાય છે.

સોર્સ : Gstv

ઓટ્સ ધીરે- ધીરે ડાયજેસ્ટ થાય છે, જેનાથી શરીરમાં એનર્જી લાંબા સમય સુધી રહે છે, જેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને તમે દિવસભર એક્ટિવ રહો છો

સોર્સ : Gstv

ઓટ્સમાં રહેલા બીટા- ગ્લૂકન બેડ કોલ્સ્ટ્રોલને ઓછુ કરવામાં મદદ કરે છે, જેના કારણે તમારુ હાર્ટ હેલ્ધી રહે છે.

સોર્સ : Gstv

જો કે, ઓટ્સ ખાતી વખતે એટલુ ધ્યાન રાખો કે, રોજ અડધો કપ જ સૂકા ઓટ્સ લેવા, જે બાદમાં 1 કપ ઓટમીલ બની જાય છે

સોર્સ : Gstv