આ સમગ્ર ઘટનાને લઈને ઘણો હોબાળો થયો હતો. વિરાટને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો. હવે બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહે આ અંગે પ્રતિક્રિયા આપી છે.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને પોતાનું આદર્શ કપલ ગણાવતા રકુલે કહ્યું કે આ ખૂબ જ દુઃખદ ઘટના હતી.
રકુલે કહ્યું- આપણે એટલા ફ્રી છીએ કે આપણે એ પણ જાણી લીધું કે અવનીતના 2 મિલિયન ફોલોઅર્સ વધ્યા છે. આપણને એ વસ્તુથી ફરક ન પડવો જોઈએ.
શું ફરક પડે છે કોઈ લાઇક કરે છે નહીં. ઘણી વખત ઇન્સ્ટાગ્રામ પર તમારા મિત્રો પણ ભૂલથી અનફોલો થઈ જાય છે.
ક્યારેક અપડેટ દરમિયાન કેટલીક બાબતો બને છે. પણ તે એક સેલિબ્રિટી છે તેથી તમે તેના વિશે સમાચાર બનાવી રહ્યા છો. તેમણે સ્પષ્ટતા કરી તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે.
રકુલે આગળ કહ્યું કે આ તો સેલિબ્રિટી હોવાનો ગેરલાભ છે. જ્યારે તમે વિરાટના સ્તરે હોવ છો, ત્યારે તમે શંકાના ઘેરામાં આવો છો. તમે કોને ફોલો કરો છો તે પણ મહત્વનું છે.
પોતાની ચિંતા વ્યક્ત કરતા રકુલે કહ્યું કે આપણે એટલા ફ્રી થઈ ગયા છીએ કે ફક્ત સોશિયલ મીડિયા પર આપણો સમય બગાડીએ છીએ. આપણે હ્યૂમન કનેક્શન ભૂલી ગયા છીએ.