T20 વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે ચાલો જાણીએ વિરાટ કોહલીની કેટલીક શાનદાર ઈનિંગ્સ વિશે.

વિરાટ કોહલીએ 2012ના T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચમાં 61 બોલમાં 78 રનની અણનમ ઈનિંગ રમી હતી.

2014ના T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં 44 બોલમાં 72 રનની અણનમ ઈનિંગ રમી હતી.

વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ 2016માં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં 51 બોલમાં 82 રનની શાનદાર ઈનિંગ રમીને ભારતને જીત અપાવી હતી.

વિરાટ કોહલીએ 2016 T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં 47 બોલમાં નોટ આઉટ રહીને 89 રનની ઈનિંગ રમી હતી.

વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે 2022ના T20 વર્લ્ડ કપ મેચમાં 53 બોલમાં 82 રનની યાદગાર ઈનિંગ રમી હતી.