ઓસ્ટ્રેલિયા સામે શાનદાર છે વિરાટનો રેકોર્ડ, ફોર્મમાં પરત ફરવા માંગશે કિંગ કોહલી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ (બોર્ડર ગાવસ્કર ટ્રોફી) ટૂંક સમયમાં શરૂ થશે. પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે.
ભારતીય ટીમ આગામી સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા ગઈ છે. રોહિત શર્મા અંગત કારણોસર ટીમ સાથે નથી ગયો. પ્રથમ મેચમાં તેની ઉપલબ્ધતા પર પણ શંકા છે.
દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી માટે આ સિરીઝ મહત્ત્વની બની રહી છે. આ સિરીઝમાં તે પોતાના ફોર્મમાં પરત ફરી શકે છે.
ઓસ્ટ્રેલિયા સામે તેનો રેકોર્ડ હંમેશા શાનદાર રહ્યો છે. આવી સ્થિતિમાં ફેન્સ તેની પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખે છે.
કોહલીના રેકોર્ડ પર નજર કરીએ તો ઓસ્ટ્રેલિયા સામે કિંગ કોહલીએ અત્યાર સુધીમાં 25 ટેસ્ટ મેચ રમી છે.
જેમાં તેણે આઠ સદી અને પાંચ અડધી સદીની મદદથી 2042 રન બનાવ્યા છે. આ સાથે જ તેની એવરેજ 47.48 રહી છે. હવે ફરી એકવાર તે આ પ્રકારનું પ્રદર્શન કરશે તેવી અપેક્ષા છે.
ઓસ્ટ્રેલિયામાં પણ તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. 13 મેચોમાં તેણે 54.08ની એવરેજથી 1352 રન બનાવ્યા છે.