વિરાટ કોહલીએ 1000 રન ફટકારીને બનાવ્યો આ નવો વર્લ્ડ રેકોર્ડ
વિરાટ કોહલીએ ICC નોકઆઉટ મેચોમાં 1000 રન બનાવ્યા છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલ મેચ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી.
ICC નોકઆઉટ મેચમાં 1000 રન બનાવીને, કોહલીએ એક વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો છે. તે આવું કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે.
આ યાદીમાં ટોપ 5 બેટ્સમેનોમાં 3 ભારતીય બેટ્સમેન છે. વિરાટ કોહલી પછી, રોહિત શર્મા 808 રન સાથે આ યાદીમાં બીજા સ્થાને છે.
આ યાદીમાં, રિકી પોન્ટિંગ 731 રન સાથે ત્રીજા સ્થાને છે, સચિન તેંડુલકર 657 રન સાથે ચોથા સ્થાને છે અને કુમાર સંગાકારા 595 રન સાથે પાંચમા સ્થાને છે.
વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન પણ બની ગયો છે. તેણે ધવનનો 701 રનનો રેકોર્ડ તોડ્યો. કોહલીએ અત્યાર સુધી ચેમ્પિયન્સ ટ્રોફીમાં 746 રન બનાવ્યા છે.
કોહલીએ સચિનનો રેકોર્ડ પણ તોડ્યો છે. તે હવે ICC ODI ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર (24) કરનાર બેટ્સમેન બની ગયો છે.