વિરાટ કોહલીના નામે છે IPLનો આ શરમજનક રેકોર્ડ
વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તેમજ IPLમાં સૌથી સફળ ખેલાડીઓમાંનો એક છે. પરંતુ IPLમાં તેના નામે એક શરમજનક રેકોર્ડ પણ છે.
IPLમાં કોઈ ટીમ સામે હારેલી મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારેલી મેચમાં વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા છે. આ રેકોર્ડ ખૂબ જ ચોંકાવનારો છે.
વિરાટ કોહલીએ અત્યાર સુધી CSK સામે હારેલી મેચમાં 667 રન બનાવ્યા છે. તેના સિવાય, અન્ય કોઈ ખેલાડીએ કોઈ ટીમ સામે હારેલી મેચમાં આટલા રન નથી બનાવ્યા.
CSK ઉપરાંત, વિરાટ કોહલીએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પણ હારી ગયેલી મેચમાં 573 રન બનાવ્યા છે.
વિરાટ કોહલીએ IPL 2025ની શરૂઆત ખૂબ જ સારી રીતે કરી છે. તેણે આ સિઝનની પહેલી મેચમાં KKR સામે અડધી સદી ફટકારી હતી.
IPL 2025ની ઓપનિંગ મેચમાં વિરાટ કોહલીએ 39 બોલમાં અણનમ 59 રન બનાવ્યા હતા, જેમાં તેણે 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર