સચિન તેંડુલકરનો વધુ એક રેકોર્ડ જોખમમાં, વિરાટ કોહલીએ કરી બરાબરી

સોર્સ : Google

30 નવેમ્બરે રાંચીના સ્ટેડિયમમાં વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામે યાદગાર ઈનિંગ રમી હતી. તેણે ODI ક્રિકેટમાં તેની 52મી સદી ફટકારી હતી.

સોર્સ : Google

વિરાટ કોહલીએ આ મેચમાં 120 બોલમાં 135 રનની શાનદાર ઈનિંગ રમી, જેમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. આ ઈનિંગ સાથે તેણે મહાન સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી છે.

સોર્સ : Google

વિરાટ કોહલીએ એક જ બેટિંગ પોઝિશન પર સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી છે. આ રેકોર્ડ અગાઉ સચિન તેંડુલકરના નામે હતો.

સોર્સ : Google

વિરાટ કોહલીએ ODIમાં ત્રીજા નંબર પર બેટિંગ કરતા 45 સદી ફટકારી છે. સચિન તેંડુલકરે ODIમાં ઓપનર તરીકે 45 સદી ફટકારી હતી.

સોર્સ : Google

વિરાટ કોહલી પાસે હવે આ યાદીમાં સચિન તેંડુલકરને પાછળ છોડી દેવાની સારી તક છે. તે હવે એક સદી ફટકારીને નવો રેકોર્ડ બનાવી શકે છે.

સોર્સ : Google

સચિન તેંડુલકરે ટેસ્ટમાં ચોથા નંબર પર બેટિંગ કરતી વખતે 44 સદી ફટકારી છે, જે ટેસ્ટમાં એક જ બેટિંગ પોઝિશન પર સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાનો રેકોર્ડ છે.

સોર્સ : Google