વિરાટ કોહલીએ તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ, આ મામલે બન્યો નંબર-1

કાનપુર ટેસ્ટમાં ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું બેટ ચાલ્યું હતું.

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં કિંગ કોહલીએ ઈતિહાસ રચ્યો હતો.

વિરાટ કોહલીએ પોતાનો 35મો રન બનાવતાની સાથે જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 27 હજાર રન પૂરા કરી લીધા હતા.

આ સાથે તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 27 હજાર રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો.

ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 27 હજાર રનના આંકડા સુધી પહોંચવામાં 623 ઈનિંગ્સ લાગી હતી.

જ્યારે વિરાટ કોહલીએ 594 ઈનિંગ્સમાં જ 27 હજાર રનનો આંકડો પાર કર્યો છે.

શ્રીલંકાના કુમાર સંગાકારા અને ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે પણ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 27 હજાર રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી.

કુમાર સંગાકારાએ 648 ઈનિંગ્સમાં 27 હજાર રનનો આંકડો પાર કર્યો હતો.

જ્યારે રિકી પોન્ટિંગે 650 ઈનિંગ્સમાં 27 હજાર રન પૂરા કર્યા હતા.