લહેંગા-સૂટમાં ઓળખી પણ નહીં શકો વિનેશ ફોગાટને, લાગે che ગજબની સુંદર
વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં 50 KG ફ્રીસ્ટાઇલ કુસ્તીની ફાઇનલમાં પહોંચીને ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો.
ભારતની બહાદુર યુવતીએ દરેક ભારતીયના હૃદયમાં સોનાની આશા જગાવી હતી. જો કે તેના વધેલા વજનના કારણે તેને ફાઈનલ માટે અયોગ્ય જાહેર કરવામાં આવી છે.
વિનેશ, જેણે કુસ્તીના મેદાનમાં તમામ કુસ્તીબાજોને હરાવ્યા હતા, તે દિલથી નખશિખ ભારતીય છે. તેની ફેશન તેના ઈન્સ્ટાગ્રામમાં જોવા મળે છે.
વિનેશે તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે ભારતીય પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ જોવા મળે છે. તેનો દેસી લુક પણ અદ્ભુત છે.
આ તસવીરમાં, વિનેશ પીળા રંગનો લહેંગા અને સ્લીવલેસ બ્લાઉઝ પહેરેલી જોવા મળે છે. તેના આખા લહેંગા પર પર્પલ કલરની એમ્બ્રોઇડરી છે. વિનેશની મહેંદી, બંગડીઓ અને હાથમાં હેવી જ્વેલરીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
વિનેશ સાડીમાં પણ પોતાનો ચાર્મ ફેલાવવામાં સફળ રહી હતી. બોર્ડરવાળી ગ્રે અને પિંક સિલ્ક સાડીમાં વિનેશ અદભૂત લાગી રહી છે. ગળામાં મંગળસૂત્ર, કાનમાં બુટ્ટી અને હાથમાં બંગડીઓ તેને એક સંપૂર્ણ ભારતીય મહિલાનો લુક આપી રહી છે.
વિનેશ આ તસવીરમાં બ્લેક એન્ડ વ્હાઇટ કો-ઓર્ડ સેટ પહેરીને દેશી વાઇબ્સ આપતી જોવા મળે છે. તેણીનો આ દેખાવ તેના સ્પોર્ટી લુક જેટલો જ ઉગ્ર છે.
આ તસવીરમાં વિનેશ બોટલ ગ્રીન કલરના સૂટ સાથે પીળો દુપટ્ટો પહેરેલી જોવા મળે છે. તેના હાથની મહેંદી ફલોન્ટ કરતી જોવા મળી રહી છે.
આઇવેરી રંગના અનારકલી શૂટમાં વિનેશ હિરોઇનથી ઓછી નથી લાગતી
આ લેમન યેલો રંગના પટિયાલા શૂટમાં વિનેશ ખૂબ જ સુંદર લાગી રહી છે.