વિનેશ ફોગાટ પેરિસ ઓલમ્પિકમાં 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે ડિસક્વોલિફાય થતા વિવાદ ઉભો થયો છે.રાષ્ટ્રપતિથી લઇને વડાપ્રધાન મોદીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

પીએમ મોદીએ કહ્યું, 'વિનેશ,તમે ચેમ્પિયનમાં ચેમ્પિયન છો! તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો.પડકારોનો સામનો કરવાનો હંમેશા તમારો સ્વભાવ રહ્યો છે. મજબૂત પાછા આવો! અમે બધા તમારા માટે પ્રાર્થના કરીએ છીએ.'

રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા કહ્યું, 'વિશ્વવિજેતા પહેલવાનોને હરાવીને ફાઇનલમાં પહોંચેલી ભારતની શાન વિનેશ ફોગાટનું ટેકનિકલ આધાર પર અયોગ્ય જાહેર કરવું દૂર્ભાગ્યપૂર્ણ છે. અમને પુરી આશા છે કે ભારતીય ઓલમ્પિક સંઘ આ નિર્ણયને મજબૂતીથી ચેલેન્જ કરીને દેશની દીકરીને ન્યાય અપાવશે.વિનેશ તમે હંમેશા દેશને ગૌરવ અપાવ્યું છે.આજે પણ દેશ તમારી તાકાત બનીને તમારી સાથે ઉભો છે.'

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને સાંસદ અખિલેશ યાદવે કહ્યું કે, ફાઇનલમાં ના રમી શકવાની તપાસ કરવામાં આવે.

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પણ એકસ પર લખ્યુ, "આ વિનેશ નહીં દેશનું અપમાન છે. વિનેશ ફોગાટ પુરી દુનિયામાં ઇતિહાસ રચવા જઇ રહ્યાં હતા, તેમને 100 ગ્રામ ઓવરવેટ બતાવીને અયોગ્ય જાહેર કરવા ઘોર અન્યાય છે. દેશ વિનેશ સાથે ઉભો છે, ભારત સરકાર તરત જ હસ્તક્ષેપ કરે, જો વાત માનવામાં ના આવે તો ઓલમ્પિકનો બહિષ્કાર કરો."