ભારતનું એક એવું ગામ જ્યાં દરેક વ્યક્તિ સંસ્કૃતમાં કરે છે વાત

સંસ્કૃત એક પ્રાચીન અને શાસ્ત્રીય ભાષા છે, સદીઓ પહેલા ભારતમાં વિદ્વાનો આ ભાષા જ બોલતા હતા.

જો કે હવે સંસ્કૃતનો ઉપયોગ ઓછો થાય છે, પરંતુ દેશમાં એક એવું ગામ છે જ્યાં લોકો એકબીજા સાથે સંસ્કૃતમાં વાત છે.

કર્ણાટકના શિમોગા જિલ્લાના માત્તુર ગામમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ સંસ્કૃત બોલે છે.

આ ગામમાં લોકો પોશાક પણપરંપરાગત જ પહેરે છે.

માત્તુર ગામના બાળકો પણ વેદશાસ્ત્રનું સારું જ્ઞાન ધરાવે છે અને સંસ્કૃતને કારણે ગામની એક અલગ ઓળખ છે.