'તેની સલામતી માટે...', જ્યારે વિક્રાંત મેસીને ધમકીઓ મળી, ત્યારે નાના દીકરાની થઇ ચિંતા થઈ, કહ્યું- 9 મહિના...

વિક્રાંત મેસીએ તેની કારકિર્દીની ટોચ પર ઇન્ડસ્ટ્રીમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે. અભિનેતા કહે છે કે તે હવે એક સારા પતિ, પિતા અને પુત્ર બનવા પર ધ્યાન આપશે.

વિક્રાંતની આ જાહેરાતથી ચાહકો ચોંકી ગયા છે. તેની પોસ્ટ પર ફેન્સ ખૂબ જ ભાવુક બની રહ્યા છે અને પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ દરમિયાન,વિક્રાંતનું એક જૂનું નિવેદન વાયરલ થવાનું શરૂ થયું છે, જેમાં તેણે તેના પુત્રની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ના પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન એક ઈન્ટરવ્યુમાં વિક્રાંત મેસીએ ખુલાસો કર્યો હતો કે તેને સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર ઘણા ધમકીભર્યા મેસેજ આવે છે.

વિક્રાંતે કહ્યું હતું કે તેના નવ મહિનાના દીકરાને નિશાન બનાવવામાં આવે છે. મારુ બાળક હજુ ચાલતા પણ શીખ્યો નથી. તેનું નામ વચ્ચે રાખવામાં આવી રહ્યું છે.

મને તેની સુરક્ષા અંગે ચિંતા થઇ રહી છે. આપણે કયા સમાજમાં જીવીએ છીએ? મને ડર લાગતો નથી. જો અમને ડર હોત તો અમે આ ફિલ્મ બનાવીને બહાર ન લાવ્યા હોત.

'ધ સાબરમતી રિપોર્ટ' દેશની સૌથી વિવાદાસ્પદ ઘટનાઓમાંથી એક ગોધરા ઘટના પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મને લઈને ઘણો વિવાદ થયો હતો, જે દરમિયાન વિક્રાંતે પોતાના ડર વિશે વાત કરી હતી.

જો કે, હવે વિક્રાંતે અચાનક ઇન્ડસ્ટ્રીમાંથી બ્રેક લેવાની જાહેરાત કેમ કરી? આનું સાચું કારણ માત્ર તે જ કહી શકે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિક્રાંત મેસીની ત્રણ ફિલ્મો પાઇપલાઇનમાં છે. અભિનેતા યાર જિગરી, TME અને આંખો કી ગુસ્તાખિયામાં જોવા મળશે.