વિજય વર્માની વેબ સીરિઝ 'કંધાર હાઇજેક' રિલીઝ થયા બાદથી જ વિવાદોમાં ઘેરાયેલી છે. વાસ્તવમાં, સીરિઝના બે હાઇજેકરનું નામ ભોલા અને શંકર છે.
આ અંગે સવાલો ઉઠી રહ્યા છે. નેટફ્લિક્સની કન્ટેન્ટ હેડ મોનિકા શેરગિલને પણ માહિતી અને પ્રસારણ મંત્રાલયે સમન્સ પાઠવ્યું હતું.
આ દરમિયાન, તેની સ્ટાર કાસ્ટે મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં વિજય વર્મા સાથે કંઈક એવું થયું કે, એક્ટરે બધાની સામે હાથ જોડીને માફી માગવી પડી.
મુંબઈમાં યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં વિજય વર્મા, દિયા મિર્ઝા, પૂજા ગૌર, નસીરુદ્દીન શાહ, પત્રલેખા અને ફિલ્મના દિગ્દર્શક અનુભવ સિન્હાએ હાજરી આપી હતી.
બધાએ કેમેરા સામે પોઝ આપ્યા હતા. પરંતુ વિજય પોઝ આપવા માટે સ્ટેજ પર પહોંચતા જ કંઈક એવું બન્યું કે જેની તસવીરો થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.
વાસ્તવમાં વિજય સ્ટેજ પર પોઝ આપી રહ્યો હતો. પરંતુ તેને ખ્યાલ નહોતો કે અભિનેત્રી પૂજા ગૌરની સાડીનો પલ્લુ તેના પગ નીચે આવી ગયો છે.
વિજય આ વાતથી અજાણ હતો, તેથી તે શાનદાર લુકમાં પોઝ આપીને ફોટો ક્લિક કરાવી રહ્યો હતો.
ત્યારબાદ પૂજા વિજય પાસે આવી અને તેને પગ હટાવવા કહ્યું. પૂજાએ આ વાત કહેતાં જ વિજય શરમાઈ ગયો અને ચોંકી ગયો. જ્યારે પૂજા વિજયને જોઈને જોરથી હસવા લાગી.
જ્યારે વિજયે બધાની સામે પૂજાને સોરી કહીને બે હાથ જોડી માફી માગી અને બંને હસવા લાગ્યા. હવે વિજય અને પૂજાનો આ વીડિયો વાયરલ થયો છે.
આ પછી વિજય ફરી સ્ટેજ પર આવ્યો અને હસવા લાગ્યો. પાપારાઝીની સામે જે પણ થયું તે જોઈને તે પોતે પણ હસવા લાગ્યો અને ફોટા ક્લિક કરાવવા લાગ્યો.
ઉલ્લેખનીય છે કે, 'કંધાર હાઇજેક' વેબ સીરિઝ નેટફ્લિક્સ પર 29 ઓગસ્ટના રોજ સ્ટ્રીમ કરવામાં આવી છે.