ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આજે જન્મ જયંત્તિ છે.રાજકોટમાં વિવિધ પ્રદર્શન યોજી રૂપાણીને યાદ કરવામાં આવી રહ્યાં છે.

સોર્સ : GSTV

વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રોજ મ્યાનમારના રંગૂન (હવે યાંગોન)માં એક ગુજરાતી જૈન પરિવારમાં થયો હતો.

સોર્સ : GSTV

વિજય રૂપાણીના પિતા રસિકલાલ રૂપાણી અનાજના વેપારી હતા. 1960માં રાજકીય અસ્થિરતાને કારણે તેમનો પરિવાર રાજકોટ આવી ગયો હતો.

સોર્સ : X

વિજય રૂપાણી વિદ્યાર્થી જીવન દરમિયાન ABVP સાથે જોડાયા અને 1971માં જનસંઘમાં પ્રવેશ્યા. 1976ની ઇમરજન્સી દરમિયાન તેઓ 11 મહિના જેલમાં રહ્યા.

સોર્સ : X

1987માં વિજય રૂપાણી રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કોર્પોરેટર બન્યા. 1988-1996 દરમિયાન તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા અને 1996-97માં રાજકોટના મેયર બન્યા.

સોર્સ : X

2006થી 2012 સુધી વિજય રૂપાણી રાજ્યસભાના સભ્ય રહ્યા. 2014માં તેઓ રાજકોટ (પશ્ચિમ)થી ધારાસભ્ય બન્યા અને આનંદીબહેન પટેલની સરકારમાં પરિવહન, શ્રમ અને રોજગાર તથા વૉટર સપ્લાય મંત્રી તરીકે સેવા આપી.

સોર્સ : X

7 ઓગસ્ટ 2016ના રોજ વિજય રૂપાણીએ ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમના નેતૃત્વમાં બહુમતી મેળવી.2021માં તેમણે રાજીનામું આપ્યું.

સોર્સ : X

2 જૂન 2025ના રોજ અમદાવાદ ખાતે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં વિજય રૂપાણીનું નિધન થયું. તેઓ પોતાની પુત્રી રાધિકાને મળવા લંડન જઈ રહ્યા હતા. આ ઘટનાએ ગુજરાત અને દેશભરમાં શોકનું મોજું ફેલાવ્યું.

સોર્સ : GSTV