Vodafone-Ideaએ દેશના 17 ટેલિકોમ સર્કલમાં પસંદગીના વિસ્તારોમાં 5G સેવા શરૂ કરી છે.

દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપનીએ લગભગ 2 વર્ષની રાહ જોયા બાદ 5G સેવા શરૂ કરી છે.

Vodafone-Idea એ 3.3GHz અને 26GHz સ્પેક્ટ્રમ બેન્ડ સાથે 5G સેવા શરૂ કરી છે. Vodafone-Idea (Vi) ના પ્રીપેડ અને પોસ્ટપેડ વપરાશકર્તાઓ 5G સેવાનો લાભ લઈ શકશે.

રાજસ્થાન - જયપુર (ગેલેક્સી સિનેમા પાસે, માનસરોવર ઈન્ડસ્ટ્રીયલ એરિયા, RIICO), હરિયાણા- કરનાલ (HSIIDC, ઔદ્યોગિક વિસ્તાર, સેક્ટર 3) કોલકાતા-(સેક્ટર-V, સોલ્ટ લેક)

કેરળ- થ્રીક્કક્કડા, કાકનાડ,યુપી પૂર્વ - લખનૌ (વિભૂતિ ખંડ, ગોમતી નગર), યુપી વેસ્ટ - આગ્રા (જેપી હોટલ પાસે, ફતેહાબાદ રોડ), મધ્ય પ્રદેશ - ઈન્દોર (ઈલેક્ટ્રોનિક કોમ્પ્લેક્સ, પરદેશીપુરા)

ગુજરાત- અમદાવાદ (કોર્પોરેટ રોડ, મકરબા, પ્રહલાદ નગર), આંધ્ર પ્રદેશ - હૈદરાબાદ (આઈડા ઉપલ, રંગા રેડ્ડી), પશ્ચિમ બંગાળ - સિલીગુડી (સિટી પ્લાઝા સેવોકે રોડ), બિહાર- પટના (અનિષાબાદ ગોલામ્બર)

મુંબઈ- વરલી, મરોલ અંધેરી ઈસ્ટ, પુણે (શિવાજી નગર), કર્ણાટક- બેંગલુરુ (ડેરી સર્કલ), પંજાબ- જલંધર (કોટ કલાન), તમિલનાડુ - ચેન્નાઈ (પેરુનગુડી, નેસાપક્કમ)

દિલ્હી - ઓખલા ઈન્ડસ્ટ્રીયલ એરિયા ફેઝ 2, ઈન્ડિયા ગેટ, પ્રગતિ મેદાન

Vodafone-Idea એ બિહાર સિવાયના આ તમામ ટેલિકોમ સર્કલમાં 2.6GHz સ્પેક્ટ્રમ બેન્ડ પણ જમાવ્યું છે.