ફાધર્સ ડેના ખાસ પ્રસંગે બોલિવૂડ એક્ટર વરુણ ધવને ફેન્સને ખાસ ટ્રીટ આપી છે. હા, વરુણે તેની દીકરીની પહેલી ઝલક ફેન્સને બતાવી છે.

વરુણ ધવનની પત્ની નતાશા દલાલે 3 જૂનના દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના આવતા જ ધવન પરિવારમાં ખુશીનો માહોલ છે.

આજે ફાધર્સ ડેના દિવસે વરુણે તેની દીકરીની પહેલી તસવીર શેર કરી છે. પોસ્ટમાં જોવા મળે છે કે, વરુણની દીકરીએ તેનો હાથ પકડી રાખ્યો છે.

લાડલી દીકરી સાથેની તસવીર શેર કરતા વરુણે કેપ્શનમાં લખ્યું, ‘હેપ્પી ફાધર્સ ડે. એક દીકરીના પિતા બનવાથી વધુ ખુશી બીજી કોઈ નથી હોય શકતી.’

વરુણની પોસ્ટ પર ફેન્સ સહિત સેલેબ્સ પણ રિએક્ટ કરી રહ્યા છે. પરિણીતિ ચોપરાએ લખ્યું, વરુણ, બડા હો ગયા રે તુ.

જાહ્નવી કપૂરે હાર્ટ ઇમોજી બનાવીને વરુણની લાડલી દીકરી પર પ્રેમ વરસાવ્યો. સોફી ચૌધરીએ પણ વરુણની પ્રિન્સેસને ખૂબ પ્રેમ આપ્યો.

વરુણે વર્ષ 2021માં લેડી લવ નતાશા દલાલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 3 વર્ષ પછી કપલના ઘરે દીકરીનો જન્મ થયો છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો વરુણ ટૂંક સમયમાં ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ અને ‘બેબી જોન’માં જોવા મળશે.