IPLમાં વૈભવ સૂર્યવંશીનું વધુ એક કારનામું, આ મામલે કરી મુરલી વિજયની બરાબરી

ગઈકાલે ગુજરાત સામેની મેચમાં સદી ફટકારીને વૈભવ સૂર્યવંશીએ ઘ્નારેકોર્દ બનાવ્યા હતા. જેમાં હવે તે IPLની એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. વૈભવે ગુજરાત ટાઈટન્સ સામે 11 છગ્ગા ફટકાર્યા હતા.

વૈભવે આ મામલે મુરલી વિજયની બરાબરી કરી છે. મુરલી વિજયે 2010માં CSK તરફથી રમતી વખતે IPLની એક ઈનિંગમાં 11 છગ્ગા ફટકાર્યા હતા.

2018માં રાજસ્થાન તરફથી રમતી વખતે સંજુ સેમસને IPLની એક ઈનિંગમાં 10 છગ્ગા ફટકાર્યા હતા.

શ્રેયસ અય્યરે 2018માં દિલ્હી તરફથી રમતી વખતે IPL ની એક ઈનિંગમાં 10 છગ્ગા ફટકાર્યા હતા.

ગુજરાત ટાઈટન્સમાંથી રમતી વખતે શુભમન ગિલે 2023માં IPLની એક ઈનિંગમાં 10 છગ્ગા ફટકાર્યા હતા.

આ વર્ષે સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા અભિષેક શર્માએ IPLની એક ઈનિંગમાં 10 છગ્ગા ફટકાર્યા હતા.