અમેરિકી વિદેશ મંત્રીએ પત્ની સાથે તાજમહેલની લીધી મુલાકાત, શાનદાર તસવીરો ખેંચાવી

સોર્સ : gstv

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો હાલમાં ભારતના મહત્વપૂર્ણ પ્રવાસે આવ્યા છે.

સોર્સ : gstv

સોમવારે તેમણે પોતાની પત્ની જેનેટ ડી. રુબિયો સાથે આગ્રાના વિશ્વપ્રસિદ્ધ તાજમહેલની મુલાકાત લીધી હતી.

સોર્સ : gstv

આ ખાસ મુલાકાત દરમિયાન ભારત સ્થિત અમેરિકી રાજદૂત સર્જિયો ગોર પણ તેમની સાથે હાજર રહ્યા હતા.

સોર્સ : gstv

દુનિયાની સાત અજાયબીઓમાંથી એક એવા તાજમહેલની સામે વિદેશ મંત્રીએ પત્ની સંગ શાનદાર તસવીરો ખેંચાવી હતી.

સોર્સ : gstv

માર્કો રુબિયો હાલમાં યુએસના સેક્રેટરી ઓફ સ્ટેટ (વિદેશ મંત્રી) અને કાર્યવાહક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમ બે મુખ્ય હોદ્દા સંભાળે છે.

સોર્સ : gstv

તેમણે પોતાના આ સત્તાવાર ભારત પ્રવાસની શરૂઆત પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરથી કરી હતી.

સોર્સ : gstv

કોલકાતા બાદ તેઓ દેશની રાજધાની દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

સોર્સ : gstv

ભારત આગમન પહેલાં રુબિયોએ જણાવ્યું હતું કે અસ્થિર વૈશ્વિક સ્થિતિમાં અમેરિકાને મજબૂત બનવા માટે ભરોસાપાત્ર સાથીઓની જરૂર છે.

સોર્સ : gstv

તેઓ ભારતને અમેરિકાના એક અત્યંત વિશ્વસનીય અને મજબૂત સહયોગી મિત્ર તરીકે જુએ છે.

સોર્સ : gstv