ઉર્વશી રૌતેલા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એટલી એક્ટિવ નથી પરંતુ તેમ છતાં તે ચર્ચામાં બની રહે છે.

હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે ઉર્વશી રૌતેલા, ક્રિકેટર ઋષભ પંતને ડેટ કરી રહી છે અને બંને લગ્ન કરવાના છે. જોકે, એક્ટ્રેસે આ મુદ્દે વાત કરવાનો ઈન્કાર કર્યો હતો.

ગત વર્ષે જ્યારે ઋષભ પંતનું એક્સિડેન્ટ થયું તો ઉર્વશી તેને મળવા માટે મુંબઈ હોસ્પિટલમાં પણ ગઈ હતી.

હવે સમાચાર આવી રહ્યા છે કે ઉર્વશીએ ઋષભ પંત માટે માનતા માની હતી. IPL 2024માં ક્રિકેટર વાપસી કરી શકે તે માટે એક્ટ્રેસે ખૂબ મોટું કામ કર્યું હતું.

ઉર્વશી 46 કિલોમીટર ખુલ્લા પગે ચાલીને તારા બાબાના દર્શન કરવા પહોંચી હતી. એક્સિડેન્ટ પછી ઋષભ ફીલ્ડમાં વાપસી કરી શકે તે માટે એક્ટ્રેસે આ માનતા માની હતી.

જોકે, હજી સુધી ઉર્વશી કે ઋષભ તરફથી આ વાતનું કોઈ ઓફિશિયલ કન્ફર્મેશન નથી આવ્યું, પરંતુ ફેન્સ આ વાતથી ખૂબ ખુશ છે.