ઉર્વશીએ હોટ રેડ ચીલી બની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સુંદરતાનો જાદુ રેલાવ્યો
આ વર્ષે ઉર્વશી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પહેલા પિંક આઉટફિટમાં બાર્બી બની લોકોના દિલ જીતી લીધા હતા, હવે તેનો બીજો રેડ કાર્પેટ લુક સામે આવ્યો છે.
અભિનેત્રીએ તેના લૂકને મેસી હેર સ્ટાઇલ અને સોફ્ટ મેકઅપ સાથે પૂર્ણ કર્યું. ઉર્વશીએ કોઈ જ્વેલરી પહેરી ન હતી પરંતુ તેના હાથમાં એક નાનું સ્ટેટમેન્ટ પર્સ પકડ્યું હતું.
આ પહેલા ઉર્વશીને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ઓપનિંગ સેરેમનીનો ભાગ બનવાનો મોકો મળ્યો હતો. આ ખાસ અવસર પર અભિનેત્રી ઓફ શોલ્ડર સ્ટાઇલિશ ગાઉનમાં જોવા મળી હતી.
આ બોડીકોન ડ્રેસમાં ઉર્વશી તેના અદ્ભુત ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. મેકઅપની વાત કરીએ તો, ઉર્વશીએ રેડ ટોન સાથે સ્મોકી-આઈ શેડો લુક પસંદ કર્યો.
બીજા લુકમાં રેડ કાર્પેટ પર હોટ રેડ ચીલી તરીકે જોવા મળી છે. રેડ કલરનો શોલ્ડર લેસ બોડીકોન ગાઉનમાં અભિનેત્રી બલાની સુંદર લાગી રહી છે.