પાતાલ લોક-2ની રિલીઝ ડેટ સામે આવી છે. પાતાલ લોક 2 પ્રાઇમ વીડિયો પર 17 જાન્યુઆરીએ રિલીઝ થવા જઇ રહી છે.
મનોજ વાજપેયીની વેબસિરીઝ ધ ફેમિલી મેનની ત્રીજી સિઝન આવી રહી છે. આ સિઝન આવતા વર્ષે પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.
શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડિરેક્શનમાં પગ મુકવા જઇ રહ્યો છે. આર્યન ખાનની ડેબ્યૂ સિરીઝ સ્ટારડમ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
શશિ કપૂરનો પૌત્ર જહાન કપૂર OTT પર ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. તે વિક્રમાદિત્ય મોટવાનીની સિરીઝ બ્લેક વોરંટથી ડેબ્યૂ કરશે. આ સિરીઝ 10 જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
વિજય વર્માની વેબ સિરીઝ મટકા કિંગ આવતા વર્ષે OTT પર આવશે.આ સિરીઝમાં કૃતિકા કામરા લીડ રોલમાં જોવા મળશે.
પંચાયત-4 આવતા વર્ષના અંત સુધી રિલીઝ થઇ શકે છે. આ સિરીઝની પ્રથમ ત્રણેય સિઝન લોકોને પસંદ પડી છે. આ સિરીઝનું અત્યારે શૂટિંગ ચાલી રહ્યું છે.