ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. આ દરમિયાન અમે તમને ભારતના અનલકી ક્રિકેટર વિશે જણાવી રહ્યાં છીએ જેમને ડેબ્યૂ ટેસ્ટ મેચ પછી બીજી મેચ રમવાની તક મળી નહતી.
જે ક્રિકેટરોને ટેસ્ટ ડેબ્યૂ બાદ ફરી તક નથી મળી તેવા ક્રિકેટરોમાં યોગરાજ સિંહ, અજય શર્મા, સલિલ અંકોલા, રોબિન સિંહ, નિખિલ ચોપડા, સબા કરીમ, વિનય કુમાર સામેલ છે.
આ યાદીમાં કર્ણ શર્માનું નામ પણ સામેલ છે જે 37 વર્ષનો થઇ ચુક્યો છે અને હવે તેને ફરી તક મળવાની શક્યતા ઘણી ઓછી છે.
એક ટેસ્ટ રમનારા ભારતીય ક્રિકેટરોની યાદીમાં ટી નટરાજન અને સૂર્યકુમાર યાદવનું નામ પણ સામેલ છે. આ બન્ને ક્રિકેટર ફરી ટેસ્ટમાં રમવાની રાહ જોઇ રહ્યાં છે.
સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચમાં 8 રન બનાવ્યા હતા. આ મેચ ભારત જીતી ગયું હતું.આ મેચ બાદ સૂર્યકુમારને ટેસ્ટમાં રમવાની ફરી તક મળી નથી.
સાઇ સુદર્શનને ઇંગ્લેન્ડ સામે એક ટેસ્ટ મેચમાં ડેબ્યૂ બાદ ડ્રોપ કરવામાં આવ્યો હતો. સાઇ સુદર્શનને આગળ તક મળે તેવી શક્યતા છે.